27 November, 2025 06:56 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હરિયાણામાં VIP નંબરપ્લેટના ઑનલાઇન ઑક્શનમાં ફરી એક વાર રેકૉર્ડ તૂટ્યો હતો. ફૅન્સી નંબર HR88B8888 માટે બોલી દરમ્યાન ૧.૧૭ કરોડ રૂપિયાનો આંકડો ટચ કરી લીધો હતો. હવે એ અત્યાર સુધીમાં દેશની સૌથી મોંઘી નંબરપ્લેટ માનવામાં આવે છે. આ નંબર હરિયાણાના ચરખી દાદરી ટાઉનનો છે. ઑનલાઇન બોલી લગાવવા માટે ૪૫૦૦ રૂપિયામાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આ નંબરપ્લેટ માટે ૪૫ લોકોએ અરજી કરી હતી અને એની બોલી માટે પાંચ દિવસનો સમય હોય છે. ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યા સુધી આ નંબર માટેની બોલી ૮૮ લાખ રૂપિયા પર હતી જે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૧.૧૭ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી.
આ પહેલાં ગયા અઠવાડિયે HR22W2222 નંબર ૩૭.૯૧ લાખ રૂપિયામાં વેચાયો હતો.