18 September, 2025 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચ બિહાર પછી પશ્ચિમ બંગાળમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈયારી કરી રહ્યું છે. આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ પ્રક્રિયા વિશે એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલ, વધારાના ચીફ ઇલેક્ટોરલ ઑફિસર દિવ્યેન્દુ દાસ અને અરિંદમ નિયોગીના નેતૃત્વમાં થનારા તાલીમસત્રમાં ટ્રેઇનર્સ બૂથ લેવલ ઑફિસર્સ (BLOs)ને મતદારયાદી સુધારણા પ્રક્રિયાને સચોટ રીતે પૂરી કરવા માટે માર્ગદર્શન આપશે. આગામી દિવસોમાં રાજ્યભરના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (ADMs) અને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરો (EROs)ને તાલીમ આપવામાં આવશે. આ પછી આ અધિકારીઓ BLOsને તાલીમ આપશે જેઓ ગ્રાસરૂટ લેવલ પર મતદારો સુધી સીધા પહોંચવા માટે જવાબદાર છે. તેઓ SIR અભિયાન દરમ્યાન જરૂરી ફૉર્મ ભરવામાં મતદારોને મદદ કરશે.