Miss World 2021નો ગ્રાન્ડ ફિનાલે સ્થગિત, મિસ ઈન્ડિયા માનસા સહિત અનેક લોકો કોરોનાથી સંક્રમિત

17 December, 2021 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય કન્ટેસ્ટન્ટ માનસા વારણસી કોરોનાથી સંક્રમિત થઈ છે.

તસવીરઃ ફેસબુક

કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કોરોનાનું ગ્રહણ હવે મિસ વર્લ્ડ 2021 પર પણ લાગ્યું છે. ભારતીય કન્ટેસ્ટન્ટ માનસા વારણસી કોરોનાથી સંક્રમિત થઈ છે. આ સાથે જ મિસ વર્લ્ડમાં પાર્ટિસિપેટ કરનાર અન્ય સ્પર્ધક મોડેલ અને કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને કારણે મિસ વર્લ્ડ 2021 ગ્રાન્ડ ફિનાલેને  સ્થગિત કરવામાં આવ્યું છે. આ વાતની જાણકારી મિસ વર્લ્ડના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આપવામાં આવી છે.  મિસ વર્લ્ડનું ગ્રાન્ડ ફિનાલે આજે યોજાવાનું હતું. જેમાં ભારત તરફથી મનસા વારાણસી આ સ્પર્ધામાં સામેલ થઈ હતી. 

મિસ વર્લ્ડના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખવામાં આવ્યું કે, `મિસ વર્લ્ડ 2021 અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. પ્યુઅર્ટો રિકોના સાન જુઆને જણાવ્યું હતું કે, મિસ વર્લ્ડ 2021 ઇવેન્ટની દેખરેખ રાખવા માટે રાખવામાં આવેલા સ્ટાફ અને આરોગ્ય નિષ્ણાતો સાથેની મીટિંગ પછી અને પ્યુઅર્ટો રિકો ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ સાથે ચર્ચા કર્યા પછી, આયોજકોએ વૈશ્વિક પ્રસારણ સમાપ્તિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પ્યુઅર્ટો રિકો કોલિઝિયમ જોસ મિગુએલ એગ્રેલોટ આગામી 90 દિવસમાં યોજાશે.`

પ્રેસ રિલીજમાં આગળ જણાવાયું છે કે ગઈકાલ સુધી, સ્પર્ધકો, પ્રોડક્શન ટીમ અને પ્રેક્ષકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે વધારાના સલામતીનાં પગલાં અપનાવવામાં આવ્યાં હતાં. પરંતુ સ્ટેજ પર અને ડ્રેસિંગ રૂમમાં કોરોનાનું જોખમ વધી ગયું. જો કે, આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા પછી, આજે સવારે વધુ કેસની પુષ્ટિ થતાં શોને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જણાવ્યું હતું કે જ્યારે સ્પર્ધકો અને કર્મચારીઓને આરોગ્ય અધિકારીઓ અને સલાહકારો દ્વારા મંજૂરી આપવામાં આવશે, ત્યારે સ્પર્ધકો અને સંબંધિત કર્મચારીઓ તેમના દેશમાં પાછા ફરશે.

મિસ વર્લ્ડ લિમિટેડના સીઈએ જૂલિયા મૉર્લેએ કહ્યું કે, "અમે મિસ વર્લ્ડના તાજ માટે સ્પર્ધામાં ભાગ લેનારા પ્રતિયોગીઓ (જને અમે ખુબ પ્રેમ કરીએ છીએ)ની વાપસી માટે ખુબ ઉત્સુક છીએ. પ્યુઅર્ટો રિકો સલામત વાતાવરણ પૂરું પાડે છે અને મિસ વર્લ્ડ ફેસ્ટિવલના શૂટિંગ માટે એક ઉત્તમ પૃષ્ઠભૂમિ છે!"

 

 

 

 

national news