વિપક્ષે પેપર-લીક વિરુદ્ધના બિલ પર લોકસભામાં ચર્ચા ન થવા દીધી

28 July, 2026 09:33 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વિપક્ષી સંસદસભ્યોએ પ્લૅકાર્ડ્સ દર્શાવીને જોરદાર વિરોધ ચાલુ રાખતાં હવે બિલ પર ચર્ચા મંગળવાર સુધી ટળી ગઈ છે. 

કિરેન રિજિજુ

વિપક્ષી સંસદસભ્યો પ્રગતિશીલ ચર્ચા કરવાને બદલે માત્ર હોબાળો મચાવી રહ્યા હોવાનો કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુનો આક્ષેપ, હવે આજે થશે પેપર-લીકની ઘટનાઓ રોકવા માટે લાવવામાં આવેલા અતિ મહત્ત્વપૂર્ણ બિલ પર વિપક્ષના ભારે હંગામા અને નારાબાજીને કારણે સોમવારે લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. દેશના લાખો યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) અમેન્ડમેન્ટ બિલ, 2026 પર ચર્ચા કરવા માટે સાંજે પાંચ વાગ્યે ગૃહ ફરી મળ્યું હતું, પરંતુ વિપક્ષી સંસદસભ્યોએ પ્લૅકાર્ડ્સ દર્શાવીને જોરદાર વિરોધ ચાલુ રાખતાં હવે બિલ પર ચર્ચા મંગળવાર સુધી ટળી ગઈ છે. 

પેપર-લીકવિરોધી બિલ વિશે સંસદીય કાર્યપ્રધાન કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર પાસે વિપક્ષના સમર્થન વગર પણ આ મહત્ત્વપૂર્ણ બિલ પસાર કરાવવાની પૂરતી ક્ષમતા છે, છતાં સરકાર તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરવા માગે છે. નવી દિલ્હીમાં પત્રકાર-પરિષદને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ‘અમે વિપક્ષના સંસદસભ્યોનાં મુદ્દા અને સૂચનો પણ સાંભળવા તૈયાર છીએ, પરંતુ તેઓ સકારાત્મક અને પ્રગતિશીલ ચર્ચા કરવાને બદલે માત્ર વિરોધ અને હોબાળો કરી રહ્યા છે.’

national news india Lok Sabha kiren rijiju neet exam