26 March, 2026 07:24 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ગાવા અંગે ગૃહમંત્રાલયના પરિપત્રને પડકારતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્દેશ જાહેર સ્થળો અને જાહેર કાર્યક્રમો માટે ફરજિયાત નથી. પરિપત્રને પડકારતી અરજી સમય પહેલાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટ મુહમ્મદ સઈદ નૂરી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.
આ મામલો ચીફ જસ્ટિસ સૂર્યકાંત, ન્યાયાધીશ જૉયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચ સમક્ષ હતો. બેન્ચે જણાવ્યું હતું કે ‘ગૃહમંત્રાલયના નિર્દેશમાં વંદે માતરમ્ ન ગાવા બદલ કોઈ સજાની જોગવાઈ નથી. આ માર્ગદર્શિકા ફક્ત એક પ્રોટોકૉલ છે અને એનું પાલન ફરજિયાત નથી. જો ગાવાનું ફરજિયાત બનાવવામાં આવશે તો અમે આ તમામ બાબતો પર વિચાર કરીશું.’
કોર્ટ કહ્યું હતું કે ‘અરજદાર સ્કૂલ ચલાવે છે. તે અમને આ ગીત વગાડવા માટે ફરજ પાડતી નોટિસ બતાવે. તમે એક શાળા ચલાવો છો. અમને ખબર પણ નથી કે એ માન્ય છે કે નહીં.’