વન નેશન, વન ઇલેક્શન માટે તૈયાર થઈ જાઓ

13 December, 2024 06:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળની  ઉચ્ચ સ્તરીય કમિટીએ દેશમાં એકસાથે ચૂંટણી યોજવા બદલ આપેલી ભલામણોને સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય મંત્રી મંડળે મંજૂર કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય મંત્રી મંડળે ગુરુવારે ‘વન નેશન, વન ઇલેક્શન’ના ખરડાને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે, આ ખરડો હવે લોકસભાના શિયાળુ સત્રમાં રજૂ કરાશે. વળી આ ખરડો જૉઇન્ટ પાર્લ​મેન્ટરી કમિટીને પણ ચર્ચા માટે મોકલવામાં આવે એવી શક્યતા છે.

એકસાથે ચૂંટણીઓ કરવાનો આ પ્રસ્તાવ ૨૦૨૪ની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મૅનિફેસ્ટોમાં સમાવી લેવાયો હતો અને એને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સમર્થન હતું. જોકે અન્ય રાજકીય પક્ષો અને ઍક્ટિવિસ્ટોએ એનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે એનાથી લોકશાહીની જવાબદારીને ઠેસ પહોંચશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળની  ઉચ્ચ સ્તરીય કમિટીએ દેશમાં એકસાથે ચૂંટણી યોજવા બદલ આપેલી ભલામણોને સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય મંત્રી મંડળે મંજૂર કરી હતી.

૧૮,૦૦૦ પાનાંના એ કોવિંદ રિપોર્ટમાં પહેલાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનું અને એ પછી સ્થાનિક લોકલ બૉડીની ચૂંટણીઓને તબક્કાવાર ૧૦૦ દિવસની અંદર જ યોજવા જણાવાયું છે. 

national news indian government Lok Sabha india parliament new delhi