✕

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર POLICE લખેલી કારમાં કોઈ હરિયાળી ચોરી ગયું

01 October, 2026 02:10 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

હવે હાઇવે પર લગાવેલી હરિયાળી પણ કેટલી સલામત છે એવા સવાલ ઊઠી રહ્યા છે. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ઉત્તર પ્રદેશના બાગપતમાં દિલ્હી-દેહરાદૂન ઇકૉનૉમિક કૉરિડોર પર હાઇવેની વચ્ચે લગાવવામાં આવેલા છોડ કોઈ ઉખાડીને ચોરી રહ્યું હોય એવી ઘટના CCTV કૅમેરામાં નોંધાઈ છે. આ ઘટનાનો એક મિનિટનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં POLICE લખ્યું હોય એવી સફેદ કાર હાઇવેના ડિવાઇડર પાસે ઊભી રહે છે અને એક વ્યક્તિ ડિવાઇડર પર લગાવેલા છોડ જમીનમાંથી ઉખાડીને ઉઠાવીને ડિકીમાં મૂકીને કાર ભગાવી જાય છે. હવે હાઇવે પર લગાવેલી હરિયાળી પણ કેટલી સલામત છે એવા સવાલ ઊઠી રહ્યા છે. 

national news india uttar pradesh delhi news new delhi dehradun