પુનામાં ચોરોએ ATM પર કર્યો બ્લાસ્ટ, 28 લાખની ચોરી કરી રફુચક્કર

21 July, 2021 06:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના પુનામાં ચોરોએ એટીએમમાંથી ચોરી કરવા માટે એટીએમ પર બ્લાસ્ટ કર્યો હતો. ત્યાર બાદ 28 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પુનામાંથી હેરાન કરી મુકે તેવી ઘટના સામે આવી છે.  પુનામાં ચોરોએ બેન્ક ATM ને લૂંટવા માટે પહેલા તેની પર બ્લાસ્ટ કર્યો હતો. એટીએમમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ તેમાં રહેલા મની બોક્સને લઈ ચોર ગેંગ રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટના રાતે બની હોવાથી કોઈ જાનહાની થઈ નથી. હાલમાં પોલીસે એટીએમમાં લાગેલા સીસીટીવી ને આધારે તપાસ હાથ ધરી રહી છે. 

મળતી માહિતી પ્રમાણે રાત્રીના 2 વાગ્યાની આસપાસ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ હિતાચી કંપનીના એટીએમ કરવામાં આવ્યો હતો. તે સ્થળ મુખ્ય શહેરોથી 20 કિલોમીટર દૂર સ્થિત છે. એટીએમાંથી 28 લાખની ચોરી થઈ છે. ધમાકો થયા બાદ કેટલાક સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા તો ચોર પૈસા લઈ ફરાર થઈ ગયા હતાં.     

પોલીનું કહેવું છે કે આ ઘટનાને બે કરતા વધુ લોકોએ અંજામ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ફોરેન્સિક્સની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને વિસ્ફોટ માટે કયા પ્રકારનાં વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ચકાસવા માટે નમૂના લેવામાં આવ્યા હતા. પોલસે કહ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં બે ચોર દાખાય છે પરંતુ તેના કરતા વધારે પણ શખ્સ સામેલ હોય શકે.  

maharashtra pune pune news Crime News