મસ્કતથી મત આપવા આવેલા એક મતદાતાએ બદલી નાખી DMKના પ્રધાનની કિસ્મત

07 May, 2026 11:17 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

TVKના ઉમેદવાર સામે માત્ર એક મતથી હાર્યા આ મિનિસ્ટર

મસ્કતથી આવેલો મતદાતા મણિકંદન શિવનાથન અને તેણે શૅર કરેલી ટિકિટ.

તામિલનાડુમાં તમિલગા વેત્રી કઝગમ (TVK)ના  વિજયી વાવાઝોડામાં DMKના પ્રધાન કે. આર. પેરિયાકરપ્પન તિરુપ્પત્તુર બેઠક પરથી TVKના ઉમેદવાર શ્રીનિવાસ સેતુપતિ સામે માત્ર એક વોટથી હારી ગયા હતા. આ પરિણામની જાહેરાત પછી આ બેઠકના એક મતદાતા મણિકંદન શિવનાથને સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું, ‘મને ગર્વ છે કે હું મારો મત આપવા માટે મસ્કતથી ભારત આવ્યો.’ મણિકંદને પાસપોર્ટ અને ટિકિટવાળી તસવીર શૅર કરીને આ વાત લખી હતી. કદાચ આ જ એક મત હતો જેનાથી તિરુપ્પત્તુર બેઠકનું ભવિષ્ય નક્કી થયું છે. 

national news india tamil nadu political news indian politics