13 November, 2025 09:57 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ દેશભરમાં ઉચાટ છે ત્યારે ગઈ કાલે બપોરે ૩.૩૦ વાગ્યે ઇન્ડિગો ઍરલાઇન્સને ઈ-મેઇલ દ્વારા ધમકીનો પત્ર મળ્યો હતો. એમાં કહેવાયું હતું કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદ ઍરપોર્ટને બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે. એથી તરત જ એ તમામ ઍરપોર્ટ પર હાઈ અલર્ટ ડિક્લેર કરીને સિક્યૉરિટી એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. એ સાથે જ એ ઈ-મેઇલ કોના દ્વારા મોકલાવવામાં આવી હતી એની તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.
દરમ્યાન મુંબઈથી વારણસી જતી ફ્લાઇટમાં પણ બૉમ્બ મુકાયો હોવાની ધમકી મળતાં વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઍરપોર્ટ પર પૂરતી સાવધાની સાથે પ્લેન લૅન્ડ કરાયું હતું અને સઘન તપાસ કર્યા છતાં એમાંથી કશું શંકાસ્પદ મળી આવ્યું નહોતું.