૩ મહિનામાં ૩ મોટા ચક્રવાત આવશે, ૪૪ વર્ષ બાદ મોટો ફટકો પડશે : ઇસરોએ આપી ચેતવણી

13 September, 2026 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વ્યાપક ડેટા વિશ્લેષણ પર આધારિત આ આગાહી સાવચેતી રાખવાની આવશ્યકતા પર ભાર મૂકે છે.

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષે દેશમાં એલ ‌‌નિન્યોનો મોટો પ્રભાવ મૉન્સૂન પર પડ્યો છે અને દેશનાં અનેક રાજ્યોમાં વરસાદ ઓછો પડ્યો છે. બીજી તરફ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)એ જણાવ્યું છે કે આગામી ૩ મહિનામાં ૩ મોટા ચક્રવાત આવી શકે છે. છેલ્લાં ૪૪ વર્ષમાં આવ્યા હોય એના કરતાં પણ વધારે શક્તિશાળી ચક્રવાત હોવાથી મોટું નુકસાન થઈ શકે છે.
ઇસરોના અંદાજ મુજબ આ ચક્રવાત ૨૦૨૬ના મૉન્સૂનની સમાપ્તિ સાથે હિન્દી મહાસાગરમાં તૈયાર થશે. એના પવનનો વેગ વધારે હશે અને એની સાથે ભારે વરસાદ થશે. આ માટે ૪૦ વર્ષમાં આવેલા ચક્રવાતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એના આધારે જણાવવામાં આવ્યું છે કે આ વધારે શક્તિશાળી બની રહેશે. ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમ્યાન આ ૩ ચક્રવાત તૈયાર થશે. અગાઉ આવેલા ચક્રવાત કરતાં એની તાકાત ૮૩ ટકા વધારે રહેશે. એનો અર્થ એ થાય છે કે ચોમાસા બાદ આવનારા આ ચક્રવાત દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટું નુકસાન કરશે. વ્યાપક ડેટા વિશ્લેષણ પર આધારિત આ આગાહી સાવચેતી રાખવાની આવશ્યકતા પર ભાર મૂકે છે.

national news india Weather Update indian meteorological department cyclone monsoon news