જંતરમંતર પર ‘ટાઇમ્સ નાઓ’ના રિપોર્ટર દેવ કોટક પર અટૅક, CJP એ માફી માગી

23 July, 2026 12:22 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ટોળાએ મારપીટ કરીને કપડાં ફાડી નાખ્યાં; વૉચ, મોબાઇલ ને ચશ્માં ગાયબ

દેવ કોટક

દિલ્હીના જંતરમંતર ખાતે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનનું કવરેજ કરી રહેલા ‘ટાઇમ્સ નાઓ’ના રિપોર્ટર દેવ કોટક પર થયેલા હુમલાને પગલે મીડિયાજગતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. દેશના વરિષ્ઠ પત્રકારો અને મીડિયા-સંસ્થાઓએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરીને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરી છે.

દેવ કોટકના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓના એક જૂથે તેને ઘેરીને મુક્કા, લાતો મારી હતી અને પાણીની બૉટલો ફેંકી હતી. આ હુમલામાં તેનાં કપડાં ફાટી ગયાં હતાં અને ફોન ચોરાઈ ગયો હતો. તેનાં ચશ્માં અને વૉચ પણ ગાયબ હતાં. બીજી તરફ CJP દ્વારા પણ આ સમગ્ર મામલે ખેદ વ્યક્ત કરીને માફી માગવામાં આવી છે અને રિપોર્ટર પર થયેલા હુમલાને 
 આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે. 

national news india neet exam jantar mantar cockroach janata party abhijit dipake