ટોલની રકમમાં ઘટાડો થશે, આઠથી ૧૦ દિવસમાં નવી પૉલિસીની જાહેરાત થશે : નીતિન ગડકરી

10 April, 2025 02:33 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આગામી આઠથી ૧૦ દિવસમાં આ સંદર્ભમાં નવી જાહેરાત કરવામાં આવશે.

નીતિન ગડકરી

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી ટોલ સિસ્ટમ આખા દેશમાં લાગુ કરશે જેને કારણે ટોલ-ટૅક્સની રકમમાં ઘટાડો થશે. આગામી આઠથી ૧૦ દિવસમાં આ સંદર્ભમાં નવી જાહેરાત કરવામાં આવશે.

લોકોને રાહત આપવાના પગલા તરીકે અને ટોલની વ્યવસ્થા વધારે પડતી યુઝર-ફ્રેન્ડ્લી બનાવવાના ભાગરૂપે આ નવી સિસ્ટમ પર કામ કરવામાં આવી રહ્યું છે. ગડકરીએ જણાવ્યું હતું કે હાલમાં રોજ પચીસથી વધારે કિલોમીટરના હાઇવે બાંધવામાં આવી રહ્યા છે અને આ લક્ષ્યાંક અમે રોજ ૧૦૦ કિલોમીટર સુધી લઈ જવા માગીએ છીએ, વધતા જતા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ટોલ જરૂરી છે. નવી ટોલપ્રણાલી વિશે ગડકરીએ જાણકારી આપી નહોતી, પણ એવું લાગી રહ્યું છે કે આ મહિનાના અંતમાં કે મે મહિનાથી કેન્દ્ર સરકાર સૅટેલાઇટ આધારિત ટોલ-વ્યવસ્થા શરૂ કરશે.

ટોલ-ચાર્જ કલેક્શનમાં ૩૫ ટકાનો વધારો

૨૦૧૯-’૨૦માં ૨૭,૫૦૩ કરોડ રૂપિયાનો ટોલ એકઠો થયો હતો. 
૨૦૨૩-’૨૪માં ટોલ-કલેક્શન ૬૪,૮૦૯.૮૬ કરોડ રૂપિયા રહ્યું હતું જે એના પહેલાંના નાણાકીય વર્ષ કરતાં ૩૫ ટકા વધારે હતું.

national news india nitin gadkari indian government