24 March, 2026 09:00 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા-ઇઝરાયલના ઈરાન પરના યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પસાર થવા પર પ્રતિબંધ છે એવા સમયે બે વધુ ભારતીય ધ્વજવાળાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) કૅરિયર્સ ‘જગ વસંત’ અને ‘પાઇન ગૅસ’ ઈરાનના દરિયાકાંઠેથી આગળ નીકળીને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ચૂક્યાં છે. ગઈ કાલે તેમણે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી હતી. શિપ-ટ્રૅકિંગ ડેટા દર્શાવે છે કે બન્ને જહાજ ભારતીય માલિકીનાં છે અને તેહરાન દ્વારા અગાઉ મંજૂર કરાયેલા માર્ગને અનુસરે છે, જે સ્થાનિક જરૂરિયાતો માટે મહત્ત્વપૂર્ણ LPG પુરવઠો ભારત લાવી રહ્યાં છે. જગ વસંત ૨૬ ફેબ્રુઆરીએ હોર્મુઝ થઈને પર્શિયન ગલ્ફમાં પ્રવેશ્યું હતું. ત્યાર બાદ ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયાના થોડા કલાકો પહેલાં તે કુવૈતના મીના અલ અહમદી બંદરથી LPG ભરીને આગળ વધ્યું હતું અને અટવાઈ ગયું હતું. પાઇન ગૅસ એ જ દિવસે પહોંચ્યું હતું અને UAEના રૂવૈસથી એણે ગૅસ ભર્યો હતો.