16 November, 2026 09:36 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
તામિલનાડુના રામનાથપુરમમાં નવા પંબન રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનમાંથી દરિયામાં કૂદવાના બે અલગ-અલગ કિસ્સા સામે આવ્યા હતા.
પહેલી ઘટના શનિવારે રાત્રે બની હતી. રામેશ્વરમથી મદુરાઈ જતી પૅસેન્જર ટ્રેન પંબન બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક અચાનક દરિયામાં કૂદી ગયો હતો. રવિવારે મુલ્લીમુનઈ ટાપુ નજીકથી મરીન પોલીસને તેની બૉડી મળી આવી હતી.
બીજી ઘટના રવિવારે સવારે બની હતી. કેરલમના પલક્કડથી રામેશ્વરમ જતી અમૃતા એક્સપ્રેસ પંબન બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક મહિલા દરિયામાં કૂદી ગઈ હતી. રેલવે પોલીસે જો કે મહિલાને બચાવી લીધી હતી. સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને મહિલાને સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અગાઉ પણ આ બ્રિજ પરથી સેલ્ફી કે વિડિયો બનાવતી વખતે પૅસેન્જરના દરિયામાં પડવાના કિસ્સા બન્યા છે.