✕

કાશ્મીરના કુલગામમાં CRPFની ટુકડી પર આતંકવાદી હુમલો; ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ

11 November, 2026 04:43 PM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

હજી સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પ્રાથમિક માહિતી મુજબ, લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું મનાતા `ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ` (TRF) નામના આતંકવાદી જૂથનું એક મોડ્યુલ, જેનું નેતૃત્વ લતીફ બટ નામનો આતંકવાદી કરે છે.

તસવીર: સોશિયલ મીડિયા)

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓએ CRPFની એક ચોકી (ચૅકપોઈન્ટ) પર હુમલો કર્યો હતો. અખરાન-નૌપુરા વિસ્તારમાં થયેલા આ હુમલામાં CRPFના ત્રણ જવાનો ઘાયલ થયા છે. હુમલા બાદ બન્ને આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને તેમને શોધવા માટે સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે. હજી સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પ્રાથમિક માહિતી મુજબ, લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું મનાતા `ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ` (TRF) નામના આતંકવાદી જૂથનું એક મોડ્યુલ, જેનું નેતૃત્વ લતીફ બટ નામનો આતંકવાદી કરે છે, તે આ હુમલા પાછળ હોઈ શકે છે.

ચૅકપોઈન્ટ પર ફરજ પર તહેનાત જવાનો પર ગોળીબાર

અહેવાલો મુજબ, બુધવારે બપોરે CRPFની 46મી બટાલિયનના જવાનોએ કુલગામના અખરાન-નૌપુરા વિસ્તારમાં એક ચૅકપોઈન્ટ બનાવી હતી, જ્યાં તેઓ ત્યાંથી પસાર થતા વાહનો અને વ્યક્તિઓની તપાસ કરી રહ્યા હતા. બપોરે લગભગ 2:15 વાગ્યે, મોટરસાઈકલ પર આવેલા બે વ્યક્તિઓ ચૅકપોઈન્ટ પર આવ્યા અને અચાનક CRPFના જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો. આ ગોળીબારમાં ત્રણ જવાનો ઘાયલ થયા, જેના કારણે ત્યાં હાજર નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો. હુમલા દરમિયાન, અન્ય CRPF જવાનોએ પોતપોતાના સ્થાનેથી વળતો પ્રહાર કર્યો. જોકે, નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે સંયમ જાળવ્યો હતો. આ દરમિયાન, બન્ને હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા.

ત્રણ જવાનોને હૉસ્પિટલમાં દાખલ કરાયા

હુમલાના સમાચાર મળતા જ નજીકના કૅમ્પોમાંથી સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ જવાનોને સારવાર માટે અનંતનાગની સરકારી મૅડિકલ કૉલેજ (GMC)માં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલ જવાનોની ઓળખ આસામના CT/GD રાકેશ દાસ, બંગાળના CT/GD સંતોષ ચંદ્રુ અને મધ્યપ્રદેશના HC/GD સોમવીર સિંહ તરીકે થઈ છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, એક જવાનને પગમાં, બીજાને હાથમાં અને ત્રીજા જવાનને પીઠના ભાગે ગોળી વાગી છે. જવાન સંતોષ ચંદ્રુની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરોને શોધવા માટે સુરક્ષા દળોએ ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે. હુમલાખોરોની ઓળખ કરવા અને તેઓ કયા માર્ગે ભાગી ગયા તે જાણવા માટે આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, સીઆરપીએફ (CRPF), પોલીસ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સુરક્ષા દળો ફરાર આતંકવાદીઓને પકડવા માટે અભિયાન ચલાવી રહ્યા છે.

jammu and kashmir terror attack srinagar indian army central reserve police force crpf national news kashmir