Udaipur Murder Case: પોલીસને આતંકવાદી ઘટના હોવાની આશંકા, CMએ બોલાવી બેઠક

29 June, 2022 07:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ દરમિયાન NIAના સીનિયર રેન્કના અધિકારીઓની ટીમ ઉદયપુરમાં મોકલવામાં આવી છે. IBના અધિકારી કેન્દ્રીય એજન્સી સાથે મળીને લાર્જર કૉન્સપિરેન્સી જોશે.

તસવીર સૌજન્ય મિડ-ડે

રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળું કાપીને હત્યા મામલે આખા રાજ્યમાં અલર્ટ છે. આ ઘટના પછી રાજ્યમાં અનેક જગ્યાએ પત્થરમારો કરવાની ઘટનાઓ પણ સામે આવી છે. સાવચેતીરૂપે પ્રશાસને અનેક જિલ્લામાં કર્ફ્યૂ લાગુ પાડ્યો છે. આ મામલે જિહાદી ગ્રુપના સામેલ હોવાની શંકા દર્શાવવામાં આવી રહી છે. આ દરમિયાન NIAના સીનિયર રેન્કના અધિકારીઓની ટીમ ઉદયપુરમાં મોકલવામાં આવી છે. IBના અધિકારી કેન્દ્રીય એજન્સી સાથે મળીને લાર્જર કૉન્સપિરેન્સી જોશે.

ઉદયપુર મર્ડર કેસમાં Video પણ આવ્યો સામે
ઉદયપુર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આરોપીઓએ હત્યાના સમયે વીડિયો પણ શૂટ કર્યો. એટલું જ નહીં તેમણે પછીથી વધુ એક વીડિયો શૅર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે માની આતંકવાદી ઘટના
રાજસ્થાનના ડીજીપી એમએલ લાઠેરે એ પણ માહિતી આપી કે મુખ્ય આરોપી દાવત-એ-ઇસ્લામી સંગઠન (Dawat-e-Islami)ના સંપર્કમાં હતા. તેમાંથી એ 2014માં સંગઠનને મળવા પાકિસ્તાનના કરાચી પણ ગયો હતો. અમે આને (માથું કાપવાની ઘટનાને) આતંકવાદી કૃત્ય માનીએ છીએ. કેસની તપાસ માટે એનઆઇએ કરશે જેમાં રાજ્ય પોલીસ તેમની મદદ કરશે.

રાજસ્થાનમાં પોલીસની ટીમ પર પત્થરમારો
રાજસ્થાનના રાજસમંદમાં પોલીસ પર પત્થરમારો કરવામાં આવ્યો છે. જણાવવાનું કે ગઈ કાલે રાતે જે જગ્યા પર કન્હૈયા હત્યાકાંડના બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ પત્થરમારીમાં એક પોલીસ કર્મચારીના ઇજાગ્રસ્ત થવાના પણ સમાચાર છે.

સીએમએ બોલાવી બેઠક
ઉદયપુર હત્યાકાંડ થકી આખા દેશમાં આક્રોશનો માહોલ છે. એવામાં રાજ્યની પોલીસ વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. અશોક ગેહલોત સરકાર પર સતત આરોપ મૂકાયા છે. એવામાં આજે સાંજે 6 વાગ્યે તેમણે બેઠક બોલાવી છે.

national news udaipur Crime News