✕

અન્ડર-કન્સ્ટ્રક્શન ‌બિલ્ડિંગ ધરાશાયી, ૪ મજૂરોનાં મોત

28 September, 2026 09:13 AM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

હરિયાણાના અંબાલાની ઘટના, ત્રીજા માળનું ધાબું ભરતી વખતે થયેલી દુર્ઘટનામાં ૪૦થી વધુ મજૂરો દબાયા હોવાની આશંકા

દુર્ઘટના જ્યાં બની હતી એ સ્થળનું દૃશ્ય

હરિયાણાના અંબાલા પાસે આવેલા ધૂલકોટ ગામમાં રવિવારે અત્યંત ગોઝારી દુર્ઘટના થઈ હતી. અહીં ૩ માળનું નિર્માણાધીન ‌બિલ્ડિંગ કડડડભૂસ થઈ જતાં ૪ મજૂરોનાં મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ ત્રીજા માળનું ધાબું ભરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. એ સમયે ‌બિલ્ડિંગમાં ૪૦ જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા જેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ૧૦ મજૂરોને બહાર કાઢીને અંબાલા સિટીની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સાઇટ પર કામ કરતા બિહારના મજૂર રામચંદ્રનું કહેવું હતું કે બે દિવસ પહેલાં જ મેં નબળા શટરિંગ વિશે સુપરવાઇઝરને ચેતવણી આપી હતી, પરંતુ મારી વાતને અવગણવામાં આવતાં હું ડરીને કામ છોડીને નીકળી ગયો હતો.

national news india haryana