ગર્ભવતી મહિલા પીડાતી રહી, હૉસ્પિટલ પૈસા માગતી રહી અને બાળક મરણ પામ્યું

23 August, 2025 12:48 PM IST  |  Lakhimpur | Gujarati Mid-day Correspondent

ખાનગી હૉસ્પિટલની બેદરકારીનો આરોપ મૂકીને પિતા નવજાતના મૃતદેહને લઈને સરકારી આ‍ૅૅફિસે પહોંચ્યો

વિપિન ગુપ્તા પોતાના નવજાત પુત્રના મૃતદેહને બૅગમાં લઈને DMની ઑફિસમાં પહોંચ્યો હતો

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં વિપિન ગુપ્તા પોતાના નવજાત પુત્રના મૃતદેહને બૅગમાં લઈને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (DM)ની ઑફિસમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે ન્યાય માટે અપીલ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ‘મારી ગર્ભવતી પત્ની રુબીને મહેવગંજની ગોલદાર હૉસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં ડિલિવરી દરમ્યાન તેની તબિયત બગડી હતી. તેને ઉતાવળમાં બીજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ કહ્યું હતું કે ખોટી દવાને કારણે બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું હતું. આ ડૉક્ટરે મહિલાની ડિલિવરી કરાવી હતી. ગોલદાર હૉસ્પિટલના સ્ટાફે સમયસર સારવાર આપી નહોતી અને તેઓ પૈસા માગતા રહ્યા હતા. જો સમયસર સારવાર મળી હોત તો મારો પુત્ર જીવતો હોત.’

uttar pradesh Crime News national news