21 April, 2025 07:15 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે વિધવા મહિલાઓ માટે એક યોજનાની જાહેરાત કરી છે જેમાં આવી મહિલાઓ સાથે લગ્ન કરનારા પુરુષોને ૨૫ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. પહેલા હપ્તા તરીકે ૧૨.૫ લાખ રૂપિયા આપવામાં આવશે. વિધવા મહિલા પ્રત્યે સકારાત્મક વલણને પ્રોત્સાહન આપવા અને સમાજમાં તેમનું ગૌરવ પુન: સ્થાપિત કરવા માટે આ યોજના બનાવવામાં આવી છે.
વિધવા મહિલાઓની પુત્રીઓનાં લગ્ન કરવા માટે પણ સરકાર રકમ ફાળવશે, જેથી તેમને લગ્નપ્રસંગે નાણાકીય મુશ્કેલી ઊભી થાય નહીં. આ સિવાય દહેજપીડિત મહિલાઓને સન્માન અને સુરક્ષા આપવા માટે સરકારે ૯ લાખ રૂપિયાની રકમ જાહેર કરી છે. આવી મહિલાઓના કેસ લડવા માટે સરકાર ૮ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરશે.