મિશિગનની વૈદેહી ડોંગરે બની મિસ ઇન્ડિયા યુએસએ

21 July, 2021 11:54 AM IST  |  Washington | Agency

વૈદેહીએ સ્પર્ધા દરમ્યાન કહ્યું હતું કે હું સમાજમાં એક સકારાત્મક પ્રભાવ છોડવા માગું છું. મહિલાઓમાં શિક્ષણની સાથોસાથ તેમની આ​ર્થિક સ્વંતત્રતા પર કામ કરવા માગું છું. 

મિશિગનની વૈદેહી ડોંગરે બની મિસ ઇન્ડિયા યુએસએ

અમેરિકાના મિશિગનની ૨૫ વર્ષની વૈદેહી ડોંગરેએ મિસ ઇન્ડિયા યુએસએ ૨૦૨૧નું ટાઇટલ જીત્યું છે. વૈદેહીએ મિશિગનથી જ ગ્રૅજ્યુએશન કર્યું છે. તે એક મોટી કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. વૈ​દેહી પ્રથમ ક્રમાંક પર તો જ્યૉર્જિયાની અર્શી લાલાણી બીજા નંબરે આવી છે. વૈદેહીએ સ્પર્ધા દરમ્યાન કહ્યું હતું કે હું સમાજમાં એક સકારાત્મક પ્રભાવ છોડવા માગું છું. મહિલાઓમાં શિક્ષણની સાથોસાથ તેમની આ​ર્થિક સ્વંતત્રતા પર કામ કરવા માગું છું. 
વૈદેહી સારું કથક નૃત્ય પણ કરે છે. કથક માટે તેણે મિસ ટૅલન્ટેડનું ટાઇટલ પણ જીત્યું છે. બીજી તરફ અર્શીની વાત કરીએ તો તેણે પોતાના પ્રદર્શન અને આત્મવિશ્વાસથી તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા, જેને કારણે તે ફર્સ્ટ રનર-અપ બની. તે બ્રેઇન ટ્યુમરથી પીડાતી હતી. સેકન્ડ રનર-અપ નૉર્થ કૅરોલિનાની મીરા કસારીએ આ ટાઇટલ જીત્યું હતું. ત્રણ અલગ-અલગ સ્પર્ધામાં અમેરિકાનાં ૩૦ રાજ્યોના ૬૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ત્રણ સ્પર્ધાઓ મિસ ઇન્ડિયા યુએસએ, મિસિસ ઇન્ડિયા યુએસ અને મિસ ટીન ઇન્ડિયા યુએસએ હતી. આ ત્રણેય વિજેતાઓને વૈશ્વિક કક્ષાએ ભાગ લેવા માટે મુંબઈ જવાની ટિકિટ આપવામાં આવી છે. 

national news