ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છ ઑગસ્ટે, જરૂર પડી તો તે જ દિવસે થશે કાઉન્ટિંગ

29 June, 2022 06:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિપક્ષે પ્રતિસ્પર્ધી તરીકે યશવંત સિન્હાનું નામ આપ્યું છે. બન્ને પ્રતિસ્પર્ધી પોતાનું નામાંકન કરાવી ચૂક્યા છે અને હવે પોતાની  માટે સમર્થન મેળવવા લાગ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

Vice President Of India Election 2022 : રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારીઓ ઝડપી થવાની વચ્ચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની પણ જાહેરાત કરી દીધી છે. વાઈસ પ્રેસિડેન્ટ માટે 6 ઑગસ્ટ 2022ના ચૂંટણ કરવામાં આવશે. જો કોઈ નિર્વિરોધ પસંદગી ન થઈ તો તે જ દિવસે મતદાન પછી મતની ગણતરી પણ કરાવવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિપદ માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદ મત આપે છે. આ પહેલા, ભારતના આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સત્તાપક્ષ અને વિપક્ષના ઉમેદવાર જાહેર કરવામાં આવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ પદ માટે એનડીએએ મહિલા આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને પ્રતિસ્પર્ધી બનાવ્યા છે. જ્યારે વિપક્ષે પ્રતિસ્પર્ધી તરીકે યશવંત સિન્હાનું નામ આપ્યું છે. બન્ને પ્રતિસ્પર્ધી પોતાનું નામાંકન કરાવી ચૂક્યા છે અને હવે પોતાની  માટે સમર્થન મેળવવા લાગ્યા છે.

આ ચૂંટણી દેશના 16મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હશે. ઉપરાષ્ટ્રપતિ પદ પર વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઑગસ્ટ 2022ના ખતમ થઈ રહ્યો છે. સંવિધાનની કલમ 68 પ્રમાણે, ઉપરાષ્ટ્રપતિનું કાર્યકાળ પૂરું થતાં પહેલા આ પદ માટે ચૂંટણી કરાવવી ફરજિયાત છે. બુધવારે મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર, ચૂંટણી આયુક્ત અનૂપ ચંદ્ર પાંડેય અને અન્ય પદાધિકારિઓની બેઠક થઈ. ત્યાર બાદ વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી.

મતની માર્કિંગ માટે ચૂંટણી આયોગ વિશિષ્ટ પેન ઉપલબ્ધ કરાવે છે. આ પેન પોલિંગ સ્ટેશન પર અધિકૃત નિર્વાચન અધિકારી દ્વારા સભ્યને ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જ્યારે બેલેટ પેપર તેને મળે છે. સભ્યને તે પેનથી બેલેટ પર પોતાની પસંદના ઉમેદવાર સામે માર્ક કરવાનું હોય છે. જો કોઈ અન્ય પેનનો ઉપયોગ કરવામાં આવે તો મત ગેરકાયદે માનવામાં આવે છે. આ મતદાન સંસદ ભવનની અંદર કરાવવામાં આવે છે.

હાલના સમયમાં લોકસભામાં એનડીએ પાસે પર્યાપ્ત બહુમત છે અને રાજ્યસભામાં ફક્ત બીજેપીના સભ્યોની સંખ્યા 95 જેટલી છે. જો કે, જોવાનું એ છે કે સત્તાપક્ષના પ્રતિસ્પર્ધીની જાહેરાત બાદ વિપક્ષ કોઈ ઉમેદવાર લાવે છે કે નહીં. જો બન્ને તરફથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવે તો સમર્થન મેળવવાની કવાયદ રસપ્રદ હશે.

national news