પાનમસાલાની જાહેરાત કેસમાં અજય દેવગન, ટાયગર શ્રૉફ અને શાહરુખ ખાનને મોટો ઝટકો

14 September, 2026 08:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર FDAએ વિમલ ઈલાયચીની જાહેરાત અંગે વાંધો ઉઠાવ્યો હતો. વિભાગનો આરોપ હતો કે આ જાહેરાત વિમલ પાન મસાલા માટે ‘પરોક્ષ પ્રચાર કન્ટેન્ટ’ (Indirect promotional material) તરીકે કામ કરતી હતી, જે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પ્રોડક્ટ છે.

ટાયગર શ્રૉફ અજય દેવગન અને શાહરુખ ખાન

વિમલ પાન મસાલા અને વિમલ ઈલાયચી સાથે સંકળાયેલ કેસમાં કંપનીને દિલ્હી હાઈ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) સામે કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે આ બાબત તેના અધિકારક્ષેત્રમાં આવતી નથી. પરિણામે, કંપનીને બૉમ્બે હાઈ કોર્ટમાં જઈને રાહત મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ અરજી વિમલ ઈલાયચીના ઉત્પાદક `PB Agro LLP` દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમાં અભિનેતાઓ અજય દેવગન, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રૉફ સામે લેવાયેલા પગલાંને પડકારવામાં આવ્યા હતા અને કંપનીએ ત્રણેય અભિનેતાઓને આપવામાં આવેલી નોટિસ રદ કરવાની માગ કરી હતી. અરજી ફગાવી દેતી વખતે, જસ્ટિસ સ્વરણા કાંતાએ કંપનીને યોગ્ય રાહત માટે બૉમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.

સમગ્ર મામલો શું છે?

મહારાષ્ટ્ર FDAએ વિમલ ઈલાયચીની જાહેરાત અંગે વાંધો ઉઠાવ્યો હતો. વિભાગનો આરોપ હતો કે આ જાહેરાત વિમલ પાન મસાલા માટે ‘પરોક્ષ પ્રચાર કન્ટેન્ટ’ (Indirect promotional material) તરીકે કામ કરતી હતી, જે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પ્રોડક્ટ છે. ત્યારબાદ, FDAએ અજય દેવગન, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રૉફને દસ્તાવેજો દ્વારા સ્પષ્ટતા કરવા નિર્દેશ આપ્યો હતો કે શું વિમલ ઈલાયચી પ્રોડક્ટ પ્રતિબંધિત પાન મસાલાથી અલગ છે? વિભાગે જાહેરાત અભિયાન અટકાવવાનો અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી સંબંધિત કન્ટેન્ટ દૂર કરવાનો પણ આદેશ આપ્યો હતો.

કંપનીની દલીલ શું હતી?

PB Agro LLPએ FDAના પગલાંનો વિરોધ કરવા માટે દિલ્હી હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કંપનીના વકીલોએ દલીલ કરી હતી કે FDAએ કંપનીને અગાઉથી જાણ કર્યા વિના કે પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના સીધા અભિનેતાઓને 11 ઑગસ્ટ, 2026 ના રોજ નોટિસ મોકલી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે આ પગલાથી તેને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. અરજીમાં વધુમાં જણાવાયું હતું કે 2001 થી મહારાષ્ટ્રમાં વિમલ પાન મસાલાના પ્રોડક્ટ કે વેચાણ કરવામાં આવ્યું નથી. કંપનીએ વધુમાં દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે 2013 થી તમાકુયુક્ત પાન મસાલા પર દેશવ્યાપી પ્રતિબંધ મૂક્યો છે; તેથી, જાહેરાત દ્વારા પ્રતિબંધિત પાન મસાલાનો પ્રચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ પાયાવિહોણો હતો. હવે સૌની નજર બૉમ્બે હાઈ કોર્ટ પર રહેશે કે અજય દેવગન, શાહરૂખ ખાન, ટાઈગર શ્રૉફ અને કંપની સામે FDAના પગલાં અંગે શું નિર્ણય લેવામાં આવે છે.

પુણેમાં ગણેશોત્સવ પહેલાં FDAએ ૧૦,૦૦૦ કિલો બનાવટી માવો અને ૫૦૦૦ કિલો પનીર પકડ્યાં

ગણેશોત્સવ પહેલાં જ ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્‍‌મિ‌નિસ્ટ્રેશન (FDA)એ પુણેમાં જોરદાર કાર્યવાહી કરીને ૬ ટ્રક ભરીને બહારથી આવેલો ૧૦,૦૦૦ કિલો માવો અને ૫૦૦૦ કિલો પનીરનો ૩૯.૪૩ લાખ રૂપિયાનો સ્ટૉક જપ્ત કર્યો હતો. FDAને મળેલી ગુપ્ત માહિતીના આધારે છેલ્લા આઠથી ૧૨ દિવસથી વૉચ રાખવામાં આવી હતી. એમાં ૨૭ લાખ રૂપિયાનું પનીર હતું અને ૧૧.૬૦ લાખ રૂપિયાનો માવો હતો.

Shah Rukh Khan ajay devgn tiger shroff food and drug administration tukaram mundhe delhi high court new delhi