✕

વિશ્વ હિન્દુ પરિષદની માગણી રામાયણનું સ્ક્રીનિંગ તાત્કાલિક બંધ કરાવો

22 November, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્સર બોર્ડને કહ્યું કે એના સર્ટિફિકેટ પર પુનર્વિચાર કરો અને વાંધાજનક દૃશ્યોમાં સુધારા કરાવડાવો

રણબીર કપૂર અને સાઈ પલ્લવી રામાયણમાં

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા માગણી કરવામાં આવી છે કે ‘રામાયણ’ ફિલ્મ માટે આપવામાં આવેલું સેન્સર સર્ટિફિકેટ રદ કરવામાં આવે અને એનું પ્રદર્શન તાત્કાલિક અટકાવી દેવામાં આવે. સંસ્થાએ ફિલ્મ-નિર્માતાઓ પર રાવણનું મહિમામંડન કરવાના દૂષિત પ્રયાસનો આરોપ લગાવ્યો છે, જેનાથી હિન્દુઓની લાગણી દુભાઈ છે. ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસો બાદ આ મુદ્દે VHPના સેક્રેટરી જનરલ બજરંગ બાગરાએ જણાવ્યું હતું કે ‘સેન્સર બોર્ડે એના સર્ટિફિકેટ પર પુનર્વિચાર કરવો જોઈએ અને વાંધાજનક દૃશ્યોમાં સુધારો કરવો જોઈએ. આ ફિલ્મમાં મહર્ષિ વાલ્મીકિના મૂળ રામાયણનાં અનેક તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યાં છે અને એમાં કાલ્પનિક ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાંથી કેટલાક મહત્ત્વપૂર્ણ પાત્રોને જાણીજોઈને બાકાત રાખવામાં આવ્યાં છે. આ ફિલ્મ ભગવાન રામના એક અબજથી વધુ હિન્દુ ભક્તોની ધાર્મિક લાગણીઓ સાથે ચેડાં કરીને એક ચોક્કસ રાજકીય કથાનકને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે.’

ramayan ranbir kapoor bajrang dal vishwa hindu parishad nitesh tiwari sai pallavi bollywood controversies bollywood new delhi national news