17 July, 2026 10:47 AM IST | West Bengal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળમાંથી એક દર્દનાક સમાચાર (West Bengal Accident) સામે આવી રહ્યા છે. મુર્શિદાબાદમાં શુક્રવારે સવારે એક રેલ્વે ક્રોસિંગ પસાર કરતી વખતે સ્કૂલ વૅન અને ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ એક્સિડન્ટમાં શાળાના બે બાળકોએ ઘટનાસ્થળે જ પ્રાણ ત્યજી દીધા હતા. જ્યારે અન્ય એકનું પણ મોત થયું હોવાની માહિતી મળી રહી છે.
રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે આ એક્સિડન્ટ (West Bengal Accident) શુક્રવારે સવારે સુમારે સાત વાગ્યાની આસપાસ બન્યો હતો. સ્કૂલ વૅન અને ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી. હાવડા ડિવિઝનના પૂર્વ રેલ્વેના `કર્ણ સુવર્ણ` રેલ્વે સ્ટેશન પાસે આવેલા એક લેવલ-ક્રાશિંગ ગેટ પર આ હાદસો બન્યો હતો. આ ઘટનામાં ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવ્યું છે કે બાળકો વૅનમાં બેસીને સ્કૂલ તરફ જય રહ્યા હતા ત્યારે ટ્રેનની ટક્કર થઈ હતી. રેલ્વેનો લેવલ-ક્રાશિંગ ગેટ (ફાટક) ખુલ્લો હતો. જેવી સ્કૂલ વૅન રેલના પાટા ક્રોસ કરી રહી હતી બરાબર એ જ સમયે ત્યાંથી પસાર થતી એક પૂરપાટ ટ્રેને ટક્કર મારી હતી. જેને કારણે સ્કૂલ વૅનફેંકાઇ ગઈ હતી.
આ એક્સિડન્ટના હાલ ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે, તે માટે રેલ્વે પ્રશાસન દ્વારા તાત્કાલિક એક્શન પણ લેવામાં આવી છે/ પૂર્વ રેલ્વેના અધિકારીના જણાવ્યાનુસાર આ એક્સિડન્ટ પાછળ જે પણ કારણ હશે તેને વહેલામાં વહેલી તકે શોધી કાઢવામાં આવશે અને હાલ તે માટે ૧૦ સભ્યોની એક વિશેષ ટીમને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. આ ઘટના (West Bengal Accident) સવારે સાત વાગ્યે બની હતી, જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓ જણાવે છે કે રેલવે ક્રોસિંગ ઓપન હતું અને તે જ સમયે સ્કૂલ વૅન તેને ક્રોસ કરી રહી હતી, ત્યારે એક પૂરઝડપે આવતી ટ્રેને તેને ટક્કર (West Bengal Accident) મારી હતી. ઘટનાસ્થળેથી ટ્રેક પર કચ્ચરઘાણ વળી ગયેલી સ્કૂલ વૅનના ટુકડાઓ મળી આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અને રેલવે સત્તાવાળાઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને રેલવે ગેટમેનની બેદરકારીના આરોપો સહિત મોટી દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ભીષણ એક્સિડન્ટ બાદ સંબંધિત રેલ માર્ગ પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. અધિકારીએ માહિતી આપી છે કે આ હાદસાને લીધે પૂર્વ રેલ્વેના હાવડા ડિવિઝનના અજીમગંજ-કટવા સેક્શનમાં રેલ સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.