પશ્ચિમ બંગાળમાં SIR દરમ્યાન નકલી, મૃત્યુ પામેલા અને ડબલ મતદારોને શોધવા ચૂંટણીપંચ AIનો ઉપયોગ કરશે

19 November, 2025 12:24 PM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

અનેક સ્થળોએ નોંધાયેલા મતદારોને શોધવા માટે ફોટોગ્રાફ્સમાં ચહેરાની સમાનતાઓનું વિશ્લેષણ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીપંચ પશ્ચિમ બંગાળમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વખતે નકલી અથવા મૃત્યુ પામેલા મતદારોને શોધવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (Al) આધારિત સિસ્ટમનો ઉપયોગ કરશે. અનેક સ્થળોએ નોંધાયેલા મતદારોને શોધવા માટે ફોટોગ્રાફ્સમાં ચહેરાની સમાનતાઓનું વિશ્લેષણ કરવામાં આવશે. આ છતાં બૂથ-સ્તરના અધિકારીઓ ઘરે-ઘરે મુલાકાત લેશે અને ચકાસણી માટે ફોટા લેશે.

આ સંદર્ભમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘AI ટેક્નૉલૉજી મતદાર ડેટાબેઝમાં ફોટોગ્રાફ્સમાં ચહેરાની સમાનતાઓનું વિશ્લેષણ કરશે જે બહુવિધ સ્થળોએ નોંધાયેલા મતદારોને ઓળખવામાં મદદ કરશે. સ્થળાંતર કરનારાઓના ફોટાના દુરુપયોગ વિશે વધતી જતી ફરિયાદોને કારણે અમે AIનો ઉપયોગ કરી રહ્યા છીએ. ફેસ-મૅચિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ એવા કિસ્સાઓ શોધવા માટે કરવામાં આવશે જ્યાં યાદીમાં એક જ મતદારનો ફોટો અનેક જગ્યાએ દેખાય છે, પરંતુ ટેક્નૉલૉજીના ઉપયોગ છતાં બૂથ લેવલ ઑફિસર્સ (BLOs)ની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. તેમણે મતદારોના ફોટો એકત્રિત કરવા માટે ઘરે-ઘરે જવું પડશે. બૂથ-લેવલ એજન્ટો (BLAs) ભરેલાં ફૉર્મ સબમિટ કરે છે ત્યારે પણ BLOsએ સહીઓ ચકાસવા માટે ઘરે-ઘરે જવું પડશે. જો ફૉર્મ-ગણતરી અને ભર્યા પછી કોઈ નકલી અથવા મૃત મતદાર મળી આવે છે તો એની જવાબદારી સંબંધિત મતદાનમથકના BLOની રહેશે. 

national news india election commission of india west bengal political news ai artificial intelligence