13 November, 2025 10:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
બીજી કાર હરિયાણામાંથી મળી
દિલ્હીમાં લાલ કિલ્લાના પાર્કિંગ એરિયામાં ૩ કલાક વેઇટ કર્યા પછી ફિદાયીન ડૉ. ઉમર મોહમ્મદ નબી કમલા માર્કેટ થાણા ક્ષેત્ર પાસે આવેલી એક મસ્જિદમાં ગયો હતો. ત્યાં તે લગભગ ૧૦ મિનિટ રોકાયો હતો. ત્યાંથી નીકળીને સીધો તે લાલ કિલા મેટ્રો સ્ટેશન ગયો જ્યાં બ્લાસ્ટ થયો.
પોલીસ એ તપાસ કરી રહી છે કે ઉમરે છેલ્લે પેલી મસ્જિદમાં શું કર્યું? કદાચ તેણે ત્યાં નમાજ અદા કરી હશે કાં પછી કોઈકને મળ્યો હશે. તપાસ-એજન્સીઓ હવે મસ્જિદ સાથે સંકળાયેલા લોકોની કડક પૂછપરછ કરી રહી છે. એ વખતે મસ્જિદની આસપાસ કોણ હાજર હતું એ તપાસવા માટે આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ ચાલી રહી છે.
બીજી કાર હરિયાણામાંથી મળી
પોલીસને આશંકા હતી કે દિલ્હી બ્લાસ્ટમાં સામેલ આતંકવાદી ડૉ. ઉમરના નામે એક નહીં બે ગાડીઓ હતી. એક i20 જેમાં બ્લાસ્ટ થયો અને બીજી ફોર્ડની લાલ રંગની ઇકોસ્પોર્ટ જેનો નંબર DL10-CK-0458 હતો. દિલ્હી પોલીસે આ કાર હરિયાણાના ખંદાવલી ગામની બહાર લાવારિસ સ્થિતિમાં મળી આવી હતી.