21 April, 2025 07:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ
વિરાટ કોહલી અને હેમા માલિની જેવી સેલિબ્રિટીઝ પણ જેમના આશીર્વાદ ઝંખે છે એવા વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજનાં દર્શન કરવા દૂર-દૂરથી ભક્તો આવે છે અને પોતાના મનની મૂંઝવણ પૂછતા હોય છે. તાજેતરમાં એક ભક્તે પ્રેમાનંદજીનાં દર્શન કર્યા પછી મનમાં મૂંઝવતો એક વિચિત્ર સવાલ પૂછી લીધો હતો. તેણે કહેલું કે ‘હું સમલૈંગિક છું અને અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ પુરુષો સાથે સંબંધ બનાવી ચૂક્યો છું. જોકે એને કારણે હું બહુ દુખી રહું છું. મને આ સમસ્યાનો હલ નથી મળી રહ્યો.’
આ સાંભળીને પ્રેમાનંદજી મહારાજે કહેલું, ‘આ એવી ચીજ નથી જે તમે પોતે પેદા કરી હોય. એવું પણ નથી કે એ તમને બહુ ગમે છે. આ તો તમારા મગજમાં પહેલેથી જમા થયેલા કેવળ સંસ્કાર છે. જો તમે એ સંસ્કાર સામે લડીને જીતી નથી લેતા તો સમાજમાં તમારી છબિ ખરાબ થશે. આપણને આ શરીર આ સંસ્કારોને જીતવા માટે મળ્યું છે, એ સંસ્કારમાં ખોવાઈ જવા માટે નહીં.’