05 August, 2026 12:29 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર નાથ મહતો
ઝારખંડમાં વિદ્યાર્થીઓનો વિરોધ તીવ્ર બનતાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો આંદોલનનો ચહેરો બનીને ઊભરી આવ્યા છે. તેમણે રવિવારે બીજી ઑગસ્ટે રાત્રે રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉપવાસ એ છેલ્લો વિકલ્પ હતો, કારણ કે વિરોધ સરકારને હલાવી શક્યો નથી. દેવેન્દ્ર નાથ મહતો અને વિદ્યાર્થીઓ ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં મોટા પાયે ગેરરીતિઓનો વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા તપાસની માગણી કરી છે. દેવેન્દ્ર નાથ મહતોએ પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ૧૪મી ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC)ની પ્રારંભિક પરીક્ષા રદ કરવાની હાકલ કરી હતી.