પેગાસસ મામલોઃ સુપ્રિમ કોર્ટનો સવાલ, ફોન હેકિંગનો દાવો કરનારાઓએ અત્યાર સુધી કોઈ ફરિયાદ કેમ ના નોંધાવી?

05 August, 2021 02:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી દરમિયાન અરજદારોને પૂછ્યું કે જેઓ ફોન હેકિંગનો દાવો કરી રહ્યા છે તેઓએ અત્યાર સુધી આ મામલે કોઈ ફરિયાદ કેમ નોંધાવી નથી? 

પ્રતીકાત્મક તસવીર

મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ ગુરુવારે પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી દરમિયાન અરજદારોને પૂછ્યું કે જેઓ ફોન હેકિંગનો દાવો કરી રહ્યા છે તેઓએ અત્યાર સુધી આ મામલે કોઈ ફરિયાદ કેમ નોંધાવી નથી? 

મુખ્ય ન્યાયાધીશે કહ્યું છે કે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે તેમના ફોન હેક થઈ ગયા છે પરંતુ તેઓએ આ સંદર્ભે કોઈ ફોજદારી ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ પણ કર્યો નથી. સુપ્રીમ કોર્ટે એક આકરી ટિપ્પણી કરી છે કે અખબારોના કાપ સિવાયની અરજીઓમાં કશું જ નથી. જોકે, સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું છે કે જો અરજીઓમાં કરવામાં આવેલા ફોન ટેપિંગનો દાવો સાચો હોય તો તે ગંભીર બાબત છે. આ મામલાની આગામી સુનાવણી હવે 10 ઓગસ્ટે થશે.

પેગાસસ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં નવ અરજીઓ દાખલ કરવામાં આવી છે અને આ અરજીઓની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના દ્વારા કરવામાં આવી રહી છે. અરજદારોમાં એડિટર્સ ગિલ્ડ, સીપીઆઈ સાંસદ જ્હોન બ્રિટાસ, વરિષ્ઠ પત્રકારો એન રામ, શશી કુમાર, કેટલાક કાર્યકરો અને વરિષ્ઠ વકીલ એમએલ શર્માનો સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અરજદારો વતી કોર્ટ સમક્ષ હાજર થયા છે.

અરજીની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે મોટાભાગની અરજીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો પર આધારિત છે. અરજીઓની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પોતાનો દાવો કરવા માટે કેલિફોર્નિયાની અદાલતનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અરજીમાં તમે કહ્યું છે કે કેટલાક ભારતીય પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા છે, જ્યારે કેલિફોર્નિયાની અદાલતે એવું કંઈ કર્યું નથી આ. આ અંગે સિબ્બલે કહ્યું કે સરકારે આગળ આવીને આ અંગે જવાબ આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની આગામી સુનાવણી હવે 10 ઓગસ્ટે થશે. કોર્ટે કહ્યું કે સરકારનો પક્ષ સાંભળ્યા વગર નોટિસ આપી શકાતી નથી.

national news supreme court