ચૂંટણી પહેલાં હરિયાણાથી બિહાર માટે ચાર સ્પેશ્યલ ટ્રેનો કેમ દોડાવવામાં આવી? કપિલ સિબલનો સવાલ

11 November, 2025 11:28 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

જોકે રેલવે મંત્રાલયે આનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘રેલવે તહેવારોની મોસમ દરમ્યાન ૧૨,૦૦૦ ખાસ ટ્રેનો ચલાવી રહી છે

કપિલ સિબલ

રાજ્યસભાના સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે રવિવારે દાવો કર્યો હતો કે બિહારની ચૂંટણી પહેલાં ૩ નવેમ્બરે હરિયાણાથી ૪ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે બિહારની ચૂંટણીમાં નકલી મત આપવા માટે નકલી મતદારોને પરિવહન કરવા માટે આ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનોમાં કુલ ૬૦૦૦ લોકો બિહાર પહોંચ્યા હતા. આ મુસાફરોની મુસાફરીનો ખર્ચ કોણે ઉઠાવ્યો એનો જવાબ આપવા તેમણે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને સવાલ કર્યો હતો.

રેલવે મંત્રાલયનો જવાબ

જોકે રેલવે મંત્રાલયે આનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘રેલવે તહેવારોની મોસમ દરમ્યાન ૧૨,૦૦૦ ખાસ ટ્રેનો ચલાવી રહી છે. એમાંથી ૧૦,૭૦૦ શેડ્યુલ્ડ ટ્રેનો છે અને લગભગ ૨૦૦૦ અનશેડ્યુલ્ડ ટ્રેનો છે જે ૩૦ નવેમ્બર સુધી ચાલશે. અમે ૩ સ્તરે વૉરરૂમ ચલાવી રહ્યા છીએ : ડિવિઝનલ, રીજનલ અને રેલવે બોર્ડ. જ્યારે કોઈ પણ સ્ટેશન પર મુસાફરોના ટ્રાફિકમાં અચાનક વધારો થાય છે ત્યારે અમે તાત્કાલિક અનશેડ્યુલ્ડ સ્પેશ્યલ ટ્રેનો ચલાવીએ છીએ.’

national news india bihar bihar elections haryana indian railways ashwini vaishnaw