લેહમાં લૉન્ચ થયો વિશ્વનો સૌથી વધુ ઊંચાઈ પર આવેલો સિનેમા-હૉલ

07 January, 2026 12:41 PM IST  |  Leh | Gujarati Mid-day Correspondent

PVR INOXએ સમુદ્રસપાટીથી ૧૧,૫૦૦ ફુટ ઊંચે મલ્ટિપ્લેક્સ શરૂ કર્યું

PVR INOX

આપણે સૌએ મલ્ટિપ્લેક્સમાં, ડ્રાઇવ-ઇન થિયેટરમાં, રિક્લાઇનર સીટમાં ફિલ્મો જોઈ હશે; પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે એવી સીટ પર બેસીને મોટી સ્ક્રીનમાં મૂવી જોઈએ જ્યાં બાજુમાંથી વાદળો પસાર થતાં હોય?આવું શક્ય બનાવ્યું છે PVR INOXએ. ભારતની આ સૌથી મોટી સિનેમા-ચેઇને તાજેતરમાં લેહમાં અનોખું થિયેટર શરૂ કર્યું છે. PVR INOXએ સમુદ્રસપાટીથી ૧૧,૫૦૦ ફુટની ઊંચાઈ પર ઑફિશ્યલી વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલો સિનેમા-હૉલ ઓપન કર્યો છે. બે-સ્ક્રીનનું આ મલ્ટિપ્લેક્સ લેહ-મનાલી બાયપાસ રોડ પર સાબૂ ગામમાં સોલાર કૉલોનીમાં તૈયાર કરવામાં આવ્યું છે અને PVR INOXના ફ્રૅન્ચાઇઝી મૉડલ તરીકે લૉન્ચ થયું છે. હવે લેહમાં લોકોને બરફ, પર્વતો અને કુદરતી સૌંદર્યની મજા માટેના લાંબા વેકેશનમાં વચ્ચે જો મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવાની મજા માણવાનું મન થાય તો એની પણ વ્યવસ્થા થઈ ગઈ છે.

national news india leh ladakh