ઝારખંડની સુવર્ણરેખા નદીમાં મળ્યો બીજા વિશ્વયુદ્ધ સમયનો ૨૫૦ કિલોનો જીવંત અમેરિકન બૉમ્બ

22 March, 2026 11:27 AM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

આ આશરે ૫૦૦ પાઉન્ડ (આશરે ૨૨૭થી ૨૫૦ કિલો) વજનનો અમેરિકન મિસાઇલ બૉમ્બ છે જે હજી પણ સક્રિય સ્થિતિમાં છે.

એક વિશાળ જીવંત બૉમ્બ

ઝારખંડના જમશેદપુરના બહરાગોરા પોલીસ-સ્ટેશન વિસ્તારમાં સુવર્ણરેખા નદીના કિનારે રેતી ખોદતી વખતે એક વિશાળ જીવંત બૉમ્બ મળી આવ્યો હતો. આ ઘટના પાણીપડા નાગુડાસાઈ ગામ નજીક બની હતી. ત્યાં ગ્રામજનો નદી કિનારે રેતી ખોદતા હતા ત્યારે જમીનમાંથી એક ભારે, ગોળાકાર લોખંડની વસ્તુ બહાર આવી હતા જેને કારણે રહેવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસ કરીને એ બૉમ્બ જીવંત હોવાની પુષ્ટિ કરી હતી અને તેથી સુરક્ષા એજન્સીઓને અલર્ટ કરવામાં આવી હતી અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડને બોલાવવામાં આવી હતી. બૉમ્બ અત્યંત શક્તિશાળી અને ખતરનાક છે.

બૉમ્બનું વજન ૨૫૦ કિલો 

આ આશરે ૫૦૦ પાઉન્ડ (આશરે ૨૨૭થી ૨૫૦ કિલો) વજનનો અમેરિકન મિસાઇલ બૉમ્બ છે જે હજી પણ સક્રિય સ્થિતિમાં છે. આ બૉમ્બ ગૅસ સિલિન્ડર જેવા આકારનો છે અને એના પર મૉડલ-નંબર AN-M64 અને મેડ ઇન અમેરિકા લખેલું છે. આ બૉમ્બ બીજા વિશ્વયુદ્ધનો હોઈ શકે છે અને કોઈક રીતે નદી કિનારે કાદવ અને રેતી નીચે દટાઈ ગયો હશે.

national news india jharkhand united states of america world war ii