દેશમાં ઇમર્જન્સી કરતાંય ખરાબ હાલતઃ મમતા

29 July, 2021 12:02 PM IST  |  New Delhi | Agency

૨૦૨૪ની ચૂંટણીમાં દેશમાં ‘ખેલા હોબે’ થશે એવો હુંકાર

મમતા બૅનરજી ગઈ કાલે દિલ્હીમાં બીજેપી વિરુદ્ધ યોજના ઘડવા કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યાં હતાં. પી.ટી.આઇ

દિલ્હીની પાંચ દિવસની મુલાકાતે આવેલાં મમતા બૅનરજીએ ગઈ કાલે જણાવ્યું કે ‘મારો ફોન હૅક કરવામાં આવ્યો, અભિષેક અને પીકેનો પણ ફોન હૅક કરવામાં આવ્યો. દેશમાં હવે અભિવ્યક્તિની આઝાદી જેવું કંઈ રહ્યું નથી. પેગસસ એક ખતરનાક વાઇરસ છે જેના દ્વારા અમારી સુરક્ષાને ખતરામાં નાખવામાં આવી રહી છે. સંસદમાં પણ કામ થઈ રહ્યું નથી. વિપક્ષનો અવાજ દબાવાઈ રહ્યો છે. હાલમાં દેશમાં ઇમર્જન્સી કરતાં પણ વધારે ગંભીર હાલત છે.’
વિપક્ષી એકતા પર મમતા બૅનરજીએ કહ્યું કે ‘પૂરી સિસ્ટમ રાજકીય પાર્ટીઓ પર નિર્ભર છે. જો કોઈ લીડ કરે તો મને કોઈ વાંધો નથી. તમામ વિપક્ષી નેતાઓ સાથે મારા સારા સંબંધો છે. જો રાજકીય આંધી ચાલશે તો એને કોઈ રોકી નહીં શકે. તેમણે કહ્યું કે હવે ‘ખેલા હોબે’ (હમ ખેલેંગે)ની ગુંજ આખા દેશમાં સંભળાશે.’

national news mamata banerjee