૧૨ વર્ષના દીકરાને વધુ સમય આપી શકાય એ માટે પેરન્ટ્સ ઑફિસ લઈ ગયા, દીકરાએ રમત-રમતમાં ઑફિસ સળગાવી મારી

17 May, 2026 01:06 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

૧૨ વર્ષના દીકરાને વધુ સમય આપી શકાય એ માટે પેરન્ટ્સ ઑફિસ લઈ ગયા, દીકરાએ રમત-રમતમાં ઑફિસ સળગાવી મારી

આગની ઘટના

ચીનના ઝેજિયાંગ પ્રાંતના નિંગ્બો શહેરમાં ૧૨ વર્ષના એક છોકરાની શરારતે આખી ઑફિસ બાળીને ખાખ કરી નાખી. વાત એમ હતી કે દીકરો ઘરે એકલો રહેતો હોવાથી બોર થતો હતો અને તેનું બિહેવિયર બદલાઈ રહ્યું હતું. પેરન્ટ્સને થયું કે દીકરાને જો તેઓ વધુ સમય આપશે તો તેના વર્તનમાં ફરક પડી શકે છે. ૧૨ વર્ષના દીકરાને તેઓ પોતાની ઑફિસમાં લઈ ગયા. એ પછી થોડીક વારે પેરન્ટ્સ તેમના કામમાં વ્યસ્ત થયા. બીજી તરફ દીકરો બોર થવા લાગ્યો. તેણે ટાઇમપાસ કરવા માટે લાઇટરથી ટિશ્યુ પેપર સળગાવવાનું શરૂ કર્યું. જોકે એક-બે ટિશ્યુની સળગતી ચિનગારી ડેસ્ક પર પડેલા સામાન પર પડી અને ત્યાં આગ પકડાઈ ગઈ. છોકરાને એની તરત ગંભીરતા સમજાઈ નહીં, પણ જ્યારે આગ ફેલાઈ ગઈ ત્યારે પેરન્ટ્સને બોલાવવા ઊપડ્યો. તરત કર્મચારીઓએ ફાયર-એક્સ્ટિન્ગ્વિશરથી આગ બુઝાવવાની કોશિશ કરી, પણ લાકડાના સામાનને કારણે આગ બહુ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આગ બુઝાઈ ત્યાં સુધીમાં અંદર ચોમેર કાળો ધુમાડો ફેલાઈ ચૂક્યો હતો. 

offbeat news china fire incident international news world news