✕

ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લાની સંસ્કૃતિ જાણવા માટે પગપાળા અને લિફ્ટ લઈને ફરવા નીકળ્યો બાવીસ વર્ષનો યુવાન

23 October, 2026 04:06 PM IST  |  Uttar pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના બલિયામાં રહેતો બાવીસ વર્ષનો સૂર્યપ્રતાપ સિંહ આખા રાજ્યનું ભ્રમણ કરવા નીકળ્યો છે. તેણે આખા રાજ્યના દરેકેદરેક જિલ્લાની યાત્રા કરીને એની સંસ્કૃતિની વિશેષતા જાણવાનું નક્કી કર્યું છે.

સંસ્કૃતિ જાણવા માટે ફરવા નીકળ્યો યુવાન

ઉત્તર પ્રદેશના બલિયામાં રહેતો બાવીસ વર્ષનો સૂર્યપ્રતાપ સિંહ આખા રાજ્યનું ભ્રમણ કરવા નીકળ્યો છે. તેણે આખા રાજ્યના દરેકેદરેક જિલ્લાની યાત્રા કરીને એની સંસ્કૃતિની વિશેષતા જાણવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં સૂર્યપ્રતાપ ૧૦ જિલ્લા ફરી ચૂક્યો છે. સૂર્ય પ્રતાપનું કહેવું છે કે દુનિયા ફરવા તો બધા નીકળે છે પણ પોતાના રાજ્યની ખાસિયતો અને આગવી સંસ્કૃતિને જાણવા અને ફેલાવવાનું કામ કરવું બહુ જરૂરી છે. તે રોજના ૧૦ કિલોમીટર ચાલે છે અને જ્યારે જિલ્લાની સરહદો પાર કરવાની હોય ત્યારે લોકલ લોકો પાસેથી નાની-નાની લિફ્ટ લઈને આગળ વધે છે. એમ કરવાથી જે-તે જિલ્લા અને આસપાસનાં ગામોની સંકૃતિ વિશે પણ આપ-લે થાય છે અને એની રીલ્સ બનાવીને તે સોશ્યલ મીડિયા પર મૂકે છે. જ્યાં રાત પડે ત્યાં નજીકમાં જ કોઈ મંદિર, ગુરુદ્વારા કે બસ-સ્ટોપ પર રાત ગાળે છે. સૂર્યપ્રતાપનું કહેવું છે ઉત્તર પ્રદેશની વાસ્તવિક હકીકત બહુ જુદી છે. અહીં દર ૫૦-૧૦૦ કિલોમીટરે લોકોની બોલી બદલાય છે, ખાવાપીવાની લઢણ બદલાય છે અને તહેવારો તેમ જ ઉજવણીની પરંપરાઓ પણ બદલાઈ જાય છે. સૂર્યપ્રતાપ એકલો જ નીકળ્યો છે. તેની સાથે કોઈ ટીમ નથી. તે માત્ર જરૂરી કપડાંની બૅગ અને પાણીની બૉટલ લઈને ફરે છે.

uttar pradesh culture news travel news travel national news viral videos social media offbeat news