✕

રામનામ લખેલા ૫૦,૦૦૦ પથ્થરમાંથી બની ૨૪ ફુટ ઊંચી હનુમાનજીની પ્રતિમા

31 October, 2026 02:21 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ફન રિપબ્લિક મૉલમાં સ્થપાયેલી આ મૂર્તિ કોઈ એક શિલ્પકારની કરામત નથી, પરંતુ દેશના ૨૫ કસબીઓની ટીમે તૈયાર કરી છે. આ મૂર્તિ બનાવવા માટે અલગ-અલગ રાજ્યોમાંથી વિશેષ પથ્થર મગાવવામાં આવ્યા હતા અને એને જોડીને મૂર્તિ બનાવવાનું કામ કરતાં કસબીઓ.

લખનઉમાં 24 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા

લખનઉના એક મૉલમાં હનુમાનજીની ૨૪ ફુટની એક અનોખી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમા પથ્થરોને જોડીને બનાવવામાં આવી છે. એ દરેક પથ્થર પર ભગવાન રામનું નામ અંકિત કરેલું છે. હનુમાનજીની વિશાળકાય મૂર્તિનું વજન લગભગ ૬૦૦ કિલો જેટલું છે. ફન રિપબ્લિક મૉલમાં સ્થપાયેલી આ મૂર્તિ કોઈ એક શિલ્પકારની કરામત નથી, પરંતુ દેશના ૨૫ કસબીઓની ટીમે તૈયાર કરી છે. આ મૂર્તિ બનાવવા માટે અલગ-અલગ રાજ્યોમાંથી વિશેષ પથ્થર મગાવવામાં આવ્યા હતા અને એને જોડીને મૂર્તિ બનાવવાનું કામ કરતાં કસબીઓને ૩૦ દિવસ લાગ્યા હતા. હનુમાનજીની આખી મૂર્તિ અને ગદા બનાવવામાં આવી છે જેના પર ઠેર-ઠેર રામ-રામ લખેલું વાંચવા મળે છે.

lucknow national news social media offbeat news shopping mall