23 April, 2025 12:47 PM IST | Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent
સ્પેસ રૉકેટનું આર્ટવર્ક
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આશરે પાંચ મહિનાની વિશેષ ડ્રાઇવમાં બુલેટનાં મૉડિફાય કરવામાં આવેલાં ૩૦૦ સાઇલેન્સર જપ્ત કરીને ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) નીતિન બગાટેએ એમાંથી સ્પેસ રૉકેટનું આર્ટવર્ક તૈયાર કરાવ્યું હતું અને એનું ક્રાન્તિ ચોકમાં અનાવરણ કર્યું હતું. સાઇલેન્સર મૉડિફાય કરાવવામાં આવે એટલે ધ્વનિપ્રદૂષણ વધી જાય છે અને યુવાનોમાં આ ક્રેઝ વધારે જોવા મળે છે. ધ્વનિપ્રદૂષણ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) હેઠળ મળેલા ફન્ડથી આ આર્ટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું.