ટૉય ટ્રેનમાં અચાનક બ્રેક લાગતાં અંદર બેઠેલી છોકરી નીચે પડી અને પૈડાં નીચે તેની ગરદન ચગદાઈ ગઈ

03 June, 2026 12:58 PM IST  |  Jodhpur | Gujarati Mid-day Correspondent

જોધપુરના એક ગાર્ડનમાં ટૉય ટ્રેનમાં મોજ કરવા ગયેલી પાંચ વર્ષની અમાયરા નામની છોકરી મોતને ભેટી હતી.

અમાયરાની બહેન મુસ્કાન તેને બચાવવા માટે નીચે કૂદતાં તે પણ ઘાયલ થઈ હતી

જોધપુરના એક ગાર્ડનમાં ટૉય ટ્રેનમાં મોજ કરવા ગયેલી પાંચ વર્ષની અમાયરા નામની છોકરી મોતને ભેટી હતી. આ ઘટના ૩૧ મેએ સાંજે ૬ વાગ્યે બની હતી. અમાયરા તેના પરિવાર સાથે ટૉય ટ્રેનમાં બેઠી હતી. પપ્પા મોહમ્મદ હબીબે કહ્યું હતું કે ટ્રેનમાં તે ખૂબ ખુશ હતી. જોકે ટ્રેનમાં અચાનક બ્રેક લાગતાં અમાયરા ઊછળીને ટ્રેનમાંથી બહાર નીચે પડી હતી અને ટ્રેનનું પૈડું તેની ગરદન પરથી પસાર થઈ ગયું હતું. પરિવારના સભ્યોએ રોકો… રોકો…ની બૂમો લગાવી હતી, પણ ડ્રાઇવરને ટ્રેન રોકતાં થોડોક સમય લાગ્યો અને એ દરમ્યાન તેની ગરદન પરથી પૈડું ફરી વળ્યું હતું. અમાયરાની બહેન મુસ્કાન તેને બચાવવા માટે નીચે કૂદતાં તે પણ ઘાયલ થઈ હતી. 

offbeat news jodhpur rajasthan india national news