૧૦ દેશના ૧૬૦૦ કલાકારોનાં ૫૦ ગ્રુપે ચીનમાં કાઢી પરેડ

30 March, 2026 01:20 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે એશિયા, યુરોપ અને આફ્રિકાની ૫૦ ટીમોએ મનોરંજક અને પરંપરાગત પર્ફોર્મન્સ સાથે પરેડ કાઢી હતી.

પરંપરાગત પર્ફોર્મન્સ

ગઈ કાલે ચીનના મકાઉના મૅરિટાઇમ સિલ્ક રોડ પર વિવિધ દેશોની સાંસ્કૃતિક પ્રતિભાને રજૂ કરતી અનોખી પરેડ યોજાઈ હતી. મકાઉ ઇન્ટરનૅશનલ પરેડ તરીકે જાણીતી આ ઇવેન્ટમાં ૧૦ દેશોના લગભગ ૧૬૦૦ કલાકારોએ ભાગ લીધો હતો. ૨૦૧૧થી મકાઉમાં રંગબેરંગી પરિધાનો અને પોતાની આગવી સંસ્કૃતિનું નિદર્શન કરતી વેશભૂષા અને કલાના પર્ફોર્મન્સ સાથે પરેડ યોજાય છે. ગઈ કાલે એશિયા, યુરોપ અને આફ્રિકાની ૫૦ ટીમોએ મનોરંજક અને પરંપરાગત પર્ફોર્મન્સ સાથે પરેડ કાઢી હતી.

offbeat news international news world news culture news china