25 November, 2025 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જપાનના સોશ્યલ મીડિયામાં અત્યારે ૬૬ વર્ષના એક નિવૃત્ત દાદાની ચર્ચા ચાલી રહી છે. એસ. નામે ઓળખાયેલા આ કાકાને કૉફીશૉપમાં જઈને પાછા ફરતી વખતે લૉટરીની ટિકિટ ખરીદવાની આદત હતી. એક દિવસ તેમને અણધારી ૩૪ કરોડ રૂપિયાની લૉટરી લાગી ગઈ. ના, પછી બધાએ ખાઈ-પીને રાજ નથી કર્યું. વાત અહીં પૂરી નથી થતી, અહીંથી શરૂ થાય છે.
આટલી મોટી રકમ સાંભળીને ડઘાઈ ગયેલા દાદાએ શું કરવું એની કાંઈ સમજ ન પડી, કારણ હતું તેમની મહાકંજૂસ વાઇફ, જે ઈ-પાઈનો હિસાબ રાખતી અને દાદાને કેટલાય સમયથી એક નવી ગાડી ખરીદવા નહોતી દેતી. દાદાએ આ લૉટરીની વાત પત્નીને કરી, પણ એટલું જ કહ્યું કે થોડા લાખ રૂપિયા મળ્યા છે, ચાલો, આપણે ઘરનું રિનોવેશન કરાવી લઈએ. એ પછી તો એસ. અંકલે ૬ મહિનામાં એક કરોડ રૂપિયા વાપરી નાખ્યા. આખા જપાનમાં ફર્યા. ગમતી લક્ઝરી ગાડીઓ લીધી અને મોંઘા-મોંઘા રિસૉર્ટ્સમાં આનંદ માણ્યો. જોકે આ બધું છૂપી રીતે કરવાનું હતું, વાઇફને કે નજીકના મિત્રો-પરિવારજનોને ખબર ન પડે એમ. અંતે ૬ મહિનામાં દાદા એકલવાયું ફીલ કરવા લાગ્યા. અંતે એસ. અંકલે પોતાની સીક્રેટ લક્ઝરી લાઇફ છોડીને બધા પૈસા ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરની સલાહ પ્રમાણે ઇન્વેસ્ટ કરી દીધા, પરિવારનું ફ્યુચર સિક્યૉર કરવા માટે.