27 August, 2025 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
એક મહિલાએ સોશ્યલ મીડિયા પર પોતાની સોસાયટીમાં એમ જ લટાર મારતી વખતે થયેલા અનુભવની વાત સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તેણે કહ્યું હતું કે આજકાલ છથી ૭ વર્ષનો છોકરો પણ ઈવ-ટીઝ કરે છે. તેના કહેવા મુજબ તે સોસાયટીની અંદર ચાલી રહી હતી ત્યારે અચાનક જ એક નાનું બાળક તેની પાસેથી પસાર થયું અને ભદ્દી કમેન્ટ કરી. તેણે કહ્યું, ઓ લાલ પરી. એ સાંભળીને વૉચમૅન હસવા લાગ્યો. તે કંઈ બોલી નહીં. જોકે ફરીથી ચાલતાં-ચાલતાં તે બાળક પાસેથી પસાર થઈ તો તે જ છોકરાએ બૂમ મારીને પૂછ્યું, ‘કૌન હૈ તૂ? ચલેગી ક્યા?’ એ સાંભળીને મહિલાનું દિમાગ હટ્યું અને તેણે બાળકને આવી કમેન્ટ બદલ ધમકાવ્યો. તો સિક્યૉરિટી ગાર્ડ વચ્ચે પડ્યો અને બાળકને સૉરી કહેવા કહ્યું. તો પેલો છોકરો એમ જ કૅઝ્યુઅલી સૉરી કહીને ત્યાંથી ભાગી ગયો.
વિડિયો શૅર કરનાર મહિલાએ સવાલ ઉઠાવ્યો છે કે જો ૭ વર્ષનું બાળક આવી રીતે સ્ત્રી તરફ કમેન્ટ કરે તો એમાં આપણે કેવું પેરન્ટિંગ કરીએ છીએ? આમાં સ્ત્રીઓની સલામતી કેટલી છે?