27 February, 2026 01:11 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
દુલ્હો અને દુલ્હન
પાકિસ્તાનના રાવલપિંડીમાં થયેલાં એક લગ્ન સોશ્યલ મીડિયા પર વાઇરલ ટૉપિક બની ગયાં છે. એમાં ૭૦ વર્ષના મૌલાના જેવા દેખાતા હકીમ બાબરે બાવીસ વર્ષની મહિલા સાથે નિકાહ કર્યા હતા. ઉંમરમાં ૪૮ વર્ષનો ફરક હોવા છતાં તેમની શાદીમાં થયેલી વિધિઓને કારણે એની ચર્ચા થઈ રહી છે. નિકાહ પછી કપલે પ્રોફેશનલ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું હતું. દુલ્હા-દુલ્હન એકદમ અલગ જ અંદાજમાં પોઝ આપતાં દેખાય છે. ‘દિલ દિયા ગલ્લાં...’ ગીત ગણગણાવતી દુલ્હનની સાથે દુલ્હાચાચા પણ સૂર મિલાવે છે. એટલું જ નહીં, દુલ્હન સોળે શણગાર સજીને શરમાઈને બેઠી છે ત્યારે દુલ્હાચાચા આવીને દુલ્હનના ખોળામાં માથું મૂકીને રોમૅન્ટિક સ્ટાઇલમાં તસવીરો પડાવે છે. હકીમ બાબરનું કહેવું છે કે ‘આ શાદી દુલ્હનની મરજીથી થઈ છે. જો દિલ જુવાન હોય તો સંબંધો મજબૂત રહે છે. મેં એક તલાકશુદા મહિલા સાથે નિકાહ કર્યા છે અને એમાં કશું ખોટું નથી.’