17 October, 2025 11:10 AM IST | tirupati | Gujarati Mid-day Correspondent
૭૦ વર્ષના રમણા મૂર્તિ
અગર મનમાં વિશ્વાસ હોય તો પહાડ પણ ઝૂકી જાય છે. આ વાત તિરુપતિ બાલાજીના એક ભક્તે ખરેખર સાચી કરી બતાવી હતી. ૭૦ વર્ષના રમણા મૂર્તિ નામના દાદા બાલાજીના પરમભક્ત છે. જીવનમાં ઑલરેડી હજારો વાર દર્શન કરવા તેઓ તિરુમલા જઈ આવ્યા છે. જોકે તાજેતરમાં તેમણે તિરુપતિ બાલાજીની અનોખી ભક્તિ હાથ ધરી અને તિરુમલાની સીડીઓ ૨૬૦૦ વાર ચડીને દર્શન કર્યાં. આ અનોખી ઉપાસના માટે તેમને ન શરીરે રોક્યા કે ન ઉંમરનું કોઈ બંધન નડ્યું. તેમણે દરેક કદમમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખીને ઉપાસના કરી હતી. જુવાનોને પણ શરમાવે એવા જોશ સાથે રમણામૂર્તિએ લગાતાર ૨૬૦૦ વાર દાદરા ચડીને બાલાજીનાં દર્શન કર્યાં હતાં. એની સાથે તેમણે જીવનભરમાં ૩૩૫૦ વખત તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં હોવાનો રેકૉર્ડ બનાવી દીધો.