29 June, 2025 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૮૦ વર્ષનાં દાદી
ભારતની ગ્રામીણ સ્ત્રીઓ જાંબાઝ હોય છે એનો વધુ એક પુરાવો સોશ્યલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. ૮૦ વર્ષનાં એક દાદી સાદી સાડી પહેરીને ખેતરમાં રાખેલા ટ્રૅક્ટર પાસે જાય છે અને સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ સાથે એના પર બેસી જાય છે. એ પછી ટ્રૅક્ટર ચાલુ કરીને ખેતર ખેડવા લાગે છે. ૮૦ વર્ષથી વધુની વયનાં આ દાદીનો આત્મવિશ્વાસ સોશ્યલ મીડિયામાં બહુ પ્રશંસા પામ્યો છે. તેઓ એટલી સહજતાથી એન્જૉય કરીને હસતા ચહેરે ટ્રૅક્ટર ચલાવતાં હતાં. નૉર્થ ભારતનો આ વિડિયો છે.