14 November, 2025 01:14 PM IST | Bikaner | Gujarati Mid-day Correspondent
૯૪ વર્ષનાં પાની દેવી ગોદારા
બિકાનેરમાં રહેતાં ૯૪ વર્ષનાં પાની દેવી ગોદારા તાજેતરમાં ચેન્નઈમાં યોજાયેલી એશિયાઈ ચૅમ્પિયનશિપમાં ૧૦૦ મીટર રન, ડિસ્કસ થ્રો, શૉટ પુટ અને ભાલાફેંક એમ ચાર રમતમાં ગોલ્ડ મેડલ જીતી આવ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષથી માજી ઠેર-ઠેર યોજાતી ઍથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા જાય છે અને સુવર્ણ પદક જીતી આવતાં હોવાથી હવે પાની દેવીને ગોલ્ડન ગ્રૅન્ડમાનું બિરુદ મળ્યું છે.
બિકાનેરની ચૌધરી કૉલોનીમાં રહેતાં પાની દેવી રોજ ગાયો અને ભેંસોની દેખભાળ આજે પણ જાતે જ કરે છે. સવારે પૌત્ર સાથે ગ્રાઉન્ડમાં બે કલાક એક્સરસાઇઝ કરે છે. ડાયટમાં પણ તેઓ ખૂબ ધ્યાન રાખે છે. તેમની જીવનશૈલી રમતગમતની આસપાસ જ ફરે છે. માજી સાંજના સમયે ગામની બહેનોને ફિટ રહેવાની સલાહ અને માર્ગદર્શન આપવાનાં સેશન્સ પણ લે છે.