29 June, 2026 11:31 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
૭ જન્મ સુધી પતિનો સાથ મળે અને અખંડ સૌભાગ્ય મળે એ માટે પરિણીત સ્ત્રીઓ વડ સવિત્રીનું વ્રત કરે છે અને વડની પ્રદક્ષિણા કરે છે. ત્યારે ૭ જન્મ માટે તો નહીં, આ પત્ની ૭ સેકન્ડ માટે પણ નથી જોઈતી એવી પ્રાર્થના યમને કરીને વડ સાવિત્રી વ્રતના એક દિવસ પહેલાં પત્નીપીડિત પતિઓએ પીપળાના ઝાડની આસપાસ ૧૦૮ પરિક્રમા કરી હતી.
સ્ત્રીઓના રક્ષણ માટે રચાયેલા કાયદાઓના દુરુપયોગ અંગે ફરિયાદો વ્યક્ત કરતાં તેમણે પુરુષ આયોગ, પુરુષ તકેદારી સમિતિ અને પુરુષો માટે ફરિયાદ નિવારણ સેલની સ્થાપના કરવાની માગણી પણ કરી હતી. છત્રપતિ સંભાજીનગરના વાળુંજમાં છેલ્લાં ૭ વર્ષથી યોજાતા કાર્યક્રમનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે પુરુષો પણ ન્યાયને પાત્ર છે અને તેમની ફરિયાદો સાંભળવા માટે એક પ્લૅટફૉર્મ હોવું જોઈએ.