✕

ચંકી પાંડે નામનો ગધેડો વેચાયો ૭૨,૦૦૦ રૂપિયામાં

12 November, 2026 02:45 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

ગધેડાનો મેળો ઔરંગઝેબના સમયથી ભરાય છે. કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબ તેના સૈન્ય સાથે ચિત્રકૂટ પહોંચ્યો ત્યારે ઘોડા, ગધેડા અને માલવાહક ખચ્ચરો બીમાર પડી જતાં તેણે આસપાસના પશુપાલકો પાસેથી સ્થાનિક પ્રાણીઓ ખરીદ્યા હતા. ત્યારથી આ મેળો ભરાય છે.

ચંકી પાંડે નામનો ગધેડો વેચાયો

બૉલીવુડ ઍક્ટર ચંકી પાંડે આજકાલ ઍક્ટિંગ માટે નહીં, પણ એક ગધેડાને કારણે ચર્ચામાં છે. મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં ભરાયેલા ડૉન્કી મેળામાં ચંકી પાંડે નામનો એક ગધેડો સ્ટાર બની ગયો છે. આ ગધેડો ૭૨,૦૦૦ રૂપિયામાં વેચાયો હતો અને આ મેળામાં વેચાયેલો સૌથી મોંઘો ગધેડો બન્યો હતો. મંદાકિની નદીના કિનારે ભરાતા આ મેળામાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને રાજસ્થાનથી લગભગ ૨૫૦ ગધેડા અને ખચ્ચર વેચાવા આવ્યા હતા. આ મેળામાં વેપારીઓ ખરીદદારોને આકર્ષિત કરવા માટે ગધેડાઓનું નામકરણ બૉલીવુડના કલાકારોના નામે કરે છે. જોકે માત્ર નામ સુપરસ્ટારનું પાડી દેવાથી એને વધુ કિંમત મળે છે એવું નથી. આ મેળામાં શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તી નામ ધરાવતા ગધેડાઓ પણ હતા, પરંતુ એને ચંકી પાંડે જેટલી કિંમત મળી નહોતી. એક છાપાવાળાએ તો આ બાબતે ઍક્ટરને સીધું પૂછી લીધું તો તે કહે છે, ‘આ તો મારા માટે સન્માનની વાત છે. મારા દોસ્તો પણ આ સમાચારની ક્લિપ મને ફૉર્વર્ડ કરી રહ્યા છે.’

ગધેડાનો મેળો ઔરંગઝેબના સમયથી ભરાય છે. કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબ તેના સૈન્ય સાથે ચિત્રકૂટ પહોંચ્યો ત્યારે ઘોડા, ગધેડા અને માલવાહક ખચ્ચરો બીમાર પડી જતાં તેણે આસપાસના પશુપાલકો પાસેથી સ્થાનિક પ્રાણીઓ ખરીદ્યા હતા. ત્યારથી આ મેળો ભરાય છે.

chunky pandey animal madhya pradesh bollywood news chattisgarh punjab rajasthan national news india offbeat news