થપ્પડને કારણે પત્ની બેહોશ થઈ ગઈ તો પતિએ તેને મૃત માનીને ફાંસો ખાઈ લીધો

27 April, 2024 11:55 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

આ માણસ મોડી રાતે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઘરે પહોંચતાં તેની પત્ની ગુસ્સે થઈ હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કેરલામાં નશામાં ધુત એક માણસે પોતાની બેહોશ પત્નીને મૃત માનીને આત્મહત્યા કરી લીધી હતી. આ માણસ મોડી રાતે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઘરે પહોંચતાં તેની પત્ની ગુસ્સે થઈ હતી. તે ખૂબ નશામાં હતો અને પત્ની સાથે ઝઘડવા લાગ્યો હતો. બન્ને વચ્ચેની તકરાર ઉગ્ર બની જતાં તેણે પત્નીને જોરથી થપ્પડ મારી દીધી અને તે બેભાન થઈ ગઈ. આ માણસે પત્નીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઊઠી જ નહીં. પછી તો ભાઈ એવા ડરી ગયા કે તેણે પત્નીને મૃત માની લીધી અને ગભરાટમાં દોરડું બારી સાથે બાંધીને આત્મહત્યા કરી લીધી. જ્યારે બેભાન પત્ની થોડા સમય પછી ભાનમાં આવી તો તેણે જોયું કે તેનો પતિ તો બારીમાં લટકી રહ્યો છે.

offbeat news kerala national news india