ભારતના ગિલ્લી-દંડા જેવી જ રમત સ્પેનમાં રમાય છે બિલાર્ડા નામે

29 June, 2026 12:11 PM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્પેનમાં આ રમતને ફરીથી લોકપ્રિય બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

સ્પેનના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર ગેલિસિયામાં રમાતી આ રમતનું નામ ‘બિલાર્ડા’ છે

આજકાલ સોશ્યલ મીડિયા પર સ્પેનની એક પરંપરાગત રમત ભારતીય નેટિઝન્સમાં ભારે ચર્ચાનો વિષય બની છે. આ રમતના વાઇરલ વિડિયો જોઈને અનેક લોકોને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા છે, કારણ કે આ સ્પૅનિશ રમત ભારતીયોની જૂની અને જાણીતી દેશી રમત ગિલ્લી-દંડા જેવી જ દેખાય છે. સ્પેનના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર ગેલિસિયામાં રમાતી આ રમતનું નામ ‘બિલાર્ડા’ છે. આ રમત ખૂબ જ પ્રાચીન છે અને તેરમી સદીના ઇતિહાસમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્પેનમાં આ રમતને ફરીથી લોકપ્રિય બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એના ભાગરૂપે ત્યાંની રમતગમત સંસ્થાઓ દ્વારા લીગ મૅચો, પ્લે-ઑફ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે. ભારતની પરંપરાગત રમત ગિલ્લી-દંડા પણ આશરે ૨૦૦૦ વર્ષથી વધુ જૂની માનવામાં આવે છે, જેમાં ડંડા અને લાકડાના નાના ટુકડા (ગિલ્લી)નો ઉપયોગ કરીને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બાળકો ઉત્સાહભેર રમે છે.

offbeat news social media sports news sports spain